અંકલેશ્વર ખરોડ ગામ નજીક આવેલ પૂજા એન્ટર પ્રાઈઝ કંપની ખાતે મજૂરો અને રસોઈયો અપાવવાના બહાને રૂપિયા.2.70 લઈ રસોઈયાએ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે
મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની વેલ્ફેર હોસ્પિટલમાં સામે રહેતા કાલિયા મઇલા રાજેગ નિનામા પાનોલીની મેઘમણી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓના કોન્ટ્રાક્ટમાં 40 જેટલા મજૂરો કામ કરે છે જેઓના જમવાનું રાજસ્થાનના મોરમહુડા ગામનો અને હાલ ખરોડ ખાતે રહેતો રસોઈયો દિલીપ હકરૂ નિનામા બનાવે છે જેણે પોતાના ઘરે રૂપિયાની જરૂર હોવાનું કહી ગત તારીખ-10-09-2021ના રોજ માલિક કાલિયા નિનામાને મજૂર અને રસોઈયો અપાવવાનું જણાવી રૂપિયા 2.70 લાખ લઈ ગયો હતો જે બાદ મજૂર અને રસોઈયો નહિ મોકલી ફોન પર ઉડાઉ જવાબ આપતા કોન્ટ્રકટ પોતે છેતરાયો હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે.