Satya Tv News

જે જાણે છે તે જ સારી રીતે જણાવી શકે છે : અનુભવ એ પણ ગુરુ છે અને ગુરુનું જ્ઞાન એ અવિરત છે નિરંતર છે.
સમસ્ત વિશ્વ એ માહિતીનો અખૂટ ભંડાર છે. એક જીવન એની માટે ઓછું પડે એ સ્વાભાવિક છે પણ આ માહિતી ભંડાર માથી કઈ માહિતી ગ્રહણ કરવી એ પેચીદો પ્રશ્ન છે આથી ત્યાં જરૂર પડે છે નિષ્ણાત માર્ગદર્શકની. એવા જ એક સનદી અધિકારી શ્રી વિકાસ સુંડા સાહેબ જેઓ વર્ષ 2018 IPS બેચના ગુજરાત કેડર ના અધિકારી છે . જેઓએ શનિવાર 13-1-2021ના રોજ કે જે ચોક્સી પબ્લિક લાયબેરી ખાતે UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં યથા યોગ્ય તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સાથે સાથે સ્વસ્થ મન સાથે પરીક્ષાનો ડર રાખ્યા વિના કેવી રીતે સફળ થવું એનું માર્ગદર્શન આપ્યું હતું.સાથે વિધાર્થીઓને ભરૂચમાં આવેલી કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કર્યો હતો. તેઓએ જણાવ્યુ કે “ ભરૂચમાં આવી ભવ્ય લાયબ્રેરી વિધ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જે કાર્ય કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે અને એના માટે લાયબ્રેરીના ટ્રસ્ટી મંડળ તેમ જ સંસ્થાપકોનોના લોકહિત માટેના સેવા કાર્યને બિરદાવ્યૂ હતું.
આ સંદર્ભમાં ગ્રંથપાલએ સરકારમાં આવા ઉચ્ચપદ પર સેવાકાર્ય કરી રહેલા સનદી અધિકારી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને વિનંતી કરી હતી કે તેઓ તેમના અનુભવો UPSC અને GPSCની તૈયારી કરતાં વિધાર્થીઓને જણાવે અને કેવી રીતે તૈયારી કરવામાં આવે તો ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકાય.
પરીક્ષા લક્ષી તૈયારી તો બધા કરતાં હોય છે પણ એ જે તે પરીક્ષાને લઈને ખાસ થઈ જાય છે. આથી તે વિષયનું વાંચન – લેખન કરવામાં આવે તો મહેનત સાર્થક થવાની શક્યતા વધી જાય છે. આથી પણ માર્ગદર્શન જરૂરી બની જાય છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં પરિક્ષાર્થીઓને જો યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ ધારેલું પરિણામ પ્રાપ્ત કરી શકે છે અથવા તેની નજીક જઈ શકે છે.
કુલ 65 થી વધુ વિધાર્થીઓએ આ પ્રેરણાત્મક કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો અને તેઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.

error: