Satya Tv News

અંકલેશ્વર પાનોલી વચ્ચે થયેલી એટીએમ મશીનની ચોરી સંદર્ભે ભરૂચ જિલ્લા પોલીસને સફળતાની પ્રથમ કડી હાથ લાગી છે. જેમાં ભરૂચ એલસીબી પોલીસે હરીયાણી ગેંગના એક સાગરીતને ઝડપી પાડી કાયદેદારની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર તાલુકો અને ભરૂચ જિલ્લો હવે ક્રાઇમનો હબ બનતો થઇ રહ્યો છે. તો ભરૂચ જિલ્લા પોલીસ પણ ક્રાઇમને કંટ્રોલ કરવામાં તનતોડ મહેનત કરી રહી છે. જેમાં હાલ જ બનેલ અંકલેશ્વર નજીક હાઇવે સ્થિત શોપિંગ સેન્ટરમાં આવેલ હિટાચી કંપનીના એટીએમ મશીન ચોરી પ્રકરણમાં ગતરોજ ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ભરૂચ દહેજ રોડ સ્થિત કેશરોલ ગામ નજીક એક રાજસ્થાની ધાબામાં કામ કરતાં શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા એટીએમ ચોરી સંદર્ભે પોલીસને તપાસની પ્રથમ કડી હાથ લાગી હતી.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ગતરોજ ભરૂચ દહેજ વચ્ચે ના મુખ્ય માર્ગ સ્થિત કેશરોલ ગામ નજીક આવેલ રાજસ્થાની ધાબા માં કામ કરતા મૂળ હરિયાણાના રહિશ સલીમ મેવાતી નામના શખ્સને અટકમાં લીધો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવવા સાથે વધુ કેટલા સ્થળે ગુનાહિત પ્રવુત્તિને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શેખ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: